વિકાસના પંથે
-
પૂ.મહંત સ્વામી શ્રી પૂ.સ.ગુ.શ્રી કૃષ્ણપ્રસાદદાસજી સ્વામી દ્વ્રારા આ તીર્થ સ્થાનનો ભવ્ય વિકાસ કરવામાં આવ્યો છે.
-
તેઓશ્રીએ સંવત ૧૯૯૩ના રોજ તેમના વખતનો પ્રથમ પાટોત્સવનો મોટો ઉત્સવ કર્યો, જે ઉત્સવનું નિમિત “શ્રી ગોપાળાનંદ પ્રવેશ દ્વાર” અને “પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજશ્રીનો નવો ઉતારો” હતું, જેનું ઉદઘાટન પ.પૂ.ધ.ધુ. મોટા આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરાવ્યું.
-
જે પ્રસંગે પારાયણ રાખવામાં આવી અને દેશ પરદેશ અને બને દેશના સત્સંગીઓએ ખુબજ મોટાપાયે લાભ લીધો અને પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજ શ્રીતેજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે તેનું શુભ ઉદઘાટન થયેલ. અને ટોરડા ગામના સત્સંગી અને બિન સત્સંગીઓએ ખુબજ સેવાકરી અને ત્યારથી ગામના ઘણા મુમુક્ષુઓ બધા સત્સંગી બન્યા.
-
ત્યારબાદ ૧૯૯૫માં શ્રી ગોપાળાનંદ ધર્મશાળા – હોલ બનાવ્યો જે આચાર્ય મહારાજ શ્રીતેજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે પાટોત્સવના દિને શુભ મુહર્ત કરાવ્યું, ત્યારબાદ ૨૦૦૦ની સાલમાં મોટો શ્રીવ્રજેન્દ્ર મહોલ બનાવ્યો. ભગવાન શ્રી ગોપાળલાલજી હરીક્રૃષ્ણ મહારાજના આશીર્વાદ અને સદગુરૂ ગોપાળાનંદસ્વામીની દયાના કારણે અશક્ય એવું કાર્ય શક્ય બન્યું.
-
ત્યારબાદ મંદિરની આજુ બાજુનાં મકાનો મેળવીને સ્થાનને વિશાળ બનાવ્યું. અને શ્રીઠાકોરજીનો સુવર્ણ જયંતી મહોત્સવ તથા શ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામીની ૨૨૫મી જન્મ જયંતીનો મહોત્સવ ખુબજ મોટા પાયે ૦૫/૦૨/૨૦૦૩ થી ૯/૦૨/૨૦૦૩ નારોજ વિવિધ આયોજનો દ્વ્રારા ધામધૂમથી ઉજવ્યો.
-
ત્યારબાદ મંદિરમાં બિરાજિત શ્રી ગણપતિમહારાજ અને શ્રી હનુમાનજી મહારાજના શિખરોને સુવર્ણ કળશ ધ્વજ દંડ અને શ્રી સદગુરૂ ગોપળાનંદસ્વામીની નવી બનાવેલ દેરીના ઘૂમટપર સુવર્ણ કળશ અને ધ્વજ દંડ અને શ્રી હનુમાનદાદા અને શ્રી ગણપતિદાદાની પ્રાણ પ્રતિષ્ઠા જે મારૂતી યજ્ઞ સાથે આચાર્ય મહારાજના હસ્તે સંપન્ન થયા અને મંદિરના ઉત્સવ પ્લોટને જીર્ણોધાર કરીને સભા કરી શકાય તેવો બનાવ્યો, તમામ પાટોત્સવ અને બીજા મોટા પ્રસંગો અહીજ કરવામાં આવે છે. આ પ્રસંગે તા.૧૫/૦૨/૨૦૦૫ થી તા.૧૭/૦૨/૨૦૦૫ સુધી મોટા પાયે શ્રી હનુમાન ચરિત્રની કથાનું આયોજન કરવામાં આવેલ.
-
ત્યારબાદ નિજ મંદિર ખુબજ નાનું હતું તે વિશાળ કરી તેનો જીર્ણોધાર કરી ઠાકોરજીનો સુવર્ણ કળશ મહોત્સવ તા.૧૨/૦૨/૨૦૦૮ થી તા.૧૪/૦૨/૨૦૦૮ સુધી મોટા પાયે યજ્ઞ-પારાયણનું આયોજન ઉજવ્યો. આ પ્રસંગે આચાર્ય મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો.
-
ત્યારબાદ સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીના પરચા પ્રકરણની પારાયણ તા.૨૮/૦૧/૨૦૦૯ થી તા.૦૩/૦૨/૨૦૦૯ સુધી આયોજન કરેલ જેમાં મોટામાં મોટી અખંડ ૨૫૨ કલાકની શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધૂન્ય કરવામાં આવી અને ગામના અને બંને દેશના સત્સંગીઓએ ખુબજ મોટા પાયે ભાગ લીધેલ.
-
ત્યારબાદ શ્રી ગોપાલલાલજી હરિકૃષ્ણમહારાજનો ષષ્ટિપૂર્તિ મહોત્સવ અને શ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામીની ૨૩૨મી જન્મ જયંતીનો મહામોટો મહોત્સવ તા.૧૪/૦૨/૨૦૧૩ થી તા.૧૮/૦૨/૨૦૧૩ના રોજ ભવ્ય આયોજન સાથે મોટા મેદાનમાં પ્રદર્શન, અખંડ ધૂન્ય, યજ્ઞ, મેડીકલ કેમ્પ વગેરે આયોજનો દ્વ્રારા ધામધુમથી ઉજવાયો. આ પ્રસંગે સમગ્ર ધર્મકુળ તથા બંને દેશના મહાન સંતો તેમજ આશરે ૭ લાખથી પણ વધારે સત્સંગીઓએ અને આજુબાજુના લોકોએ આ મહોત્સવનો લાભ લીધેલ.
-
આ પ્રસંગે ૧ અબજ “શ્રી સ્વામિનારાયણ“ મહામંત્ર લેખન કરવામાં આવેલ. જે એક મોટો ઇતિહાસ છે.
-
આ મંદિરમાં દર વર્ષે ચમત્કારિક તુલા ગુરૂ પૂર્ણિમાના દિવસે ૧૧ પ્રકારના ધાન્ય ૫ – ૫ ગ્રામ તોલીને નાની કપડાની પોટલીઓ બનાવી ભગવાનના વાઘાથી બાંધી તેને એક નવી માટલીમાં માંટીથી ભરીને તેમાં આ પોટલીઓ મૂકીને તેનું મુખ માતાજીની સાડીથી બંધ કરી ઠાકોરજી પાસે મુકવામાં આવે છે. અષાઢ વદ એકમના દિવસે ગ્રામજનો અને સત્સંગીઓની હાજરીમાં બધા અનાજ તોલવામાં આવે છે અને બાજરીના વજનથી આખા વર્ષનો વરસાદનો વર્તારો અષાઢ વદ બીજના દિવસે બહાર પાડવામાં આવે છે જેમાં ભગવાનની મરજી થાય છે. અને આ સચોટ હોય છે. જેની જાહેરાત વર્તમાનપત્રો પણ કરે છે.
-
મંદિર પાસે એક વાડી છે જે બીન ઉપયોગી હતી અને ખાડા ખાંચરા વાળી હતી જેને ખેતી લાયક ઉપયોગ કરવાનો નિશ્ચય કરીને સ્વામીએ રાત દિવસ એક કરીને, ખુબ મહેનત કરી ખેતી લાયક બનાવી અને હાલમાં ખેતી થાય છે અને જેમાં ગુલાબ, મોગરા, હજારીગલ, ચંપો અને વિવિધ ફૂલોના છોડવા રોપીને વિકાસ કરેલ છે અને જે ફૂલોના હાર સ્વામી પોતે બનાવીને ઠાકોરજીને પહેરાવવામાં આવે છે અને ઠાકોરજી હસતા હસતા સ્વીકારે છે. જેનો અહેસાસ સત્સંગીઓને રોજ થાય છે.
-
આ ઉપરાંત મહંત સ્વામીએ સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીની વાતોનું અણમોલ પુસ્તક “સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીની વાતો” નું પ્રકાશન કર્યું જેનું વિમોચન ષષ્ટીપૂર્તિ મહોત્સવ પ્રસંગે પ.પૂ.ધ.ધુ. લાલજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને પ.પૂ.ધ.ધુ. મોટા આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરાવ્યું.
-
સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીનું જીવન દર્શનની વીડીઓ DVD “સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીનું જીવન દર્શન” નું પ.પૂ.ધ.ધુ. મોટા આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું.
-
સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીકૃત્ત મંત્ર, શ્રીનિષ્કુળાનંદસ્વામી કૃત ગ્રંથ ભક્ત ચિંતામણીના ૧૪૨માં પ્રકરણ અને શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્યની MP3 CDનું પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું.
-
આ ઉપરાંત મૂળ અક્ષર્ શ્રી ગોપાળાનંદસ્વામી જીવન વૃતાંત દર્શાવતું “ મૂળ અક્ષર શ્રી ગોપાળાનંદસ્વામી (પુર્વાશ્રમ) પુસ્તકની સાતમી આવૃત્તિનું પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું, જેની હજારો પ્રતો સત્સંગમાં વેચાય છે.