હાલના મહંત સ્વામીશ્રી પૂ.કૃષ્ણપ્રસાદજી જેઓ ખુબ ઉત્સાહી અને સેવાભાવી સંત છે, આશરે ૨૨ વર્ષથી આ મંદિરમાં સેવા આપી રહ્યા છે. જેઓએ મંદિરની આજુબાજુની જગ્યા લઇ મંદિર વિશાળ બનાવ્યું છે.
મંદિરના ખેતરમાં ફૂલવાડી અનાજની ખેતી કરાવી જાત સેવા કરે છે. ઉગાડી વિકાસ કરી રહેલ છે. અને હાલમાં સદગુરૂ ગોપાળાનંદસ્વામીના જન્મ સ્થળને મૂળ સ્વરૂપમાં રાખી આધુનિક રીતે રીનોવેશન કરવાનું વિરાટકામ કરી રહેલ છે.
આ ઉપરાંત શ્રી જે.પી. સ્વામી, મોહન ભગત, સચિન ભગત, લખન ભગત, જીતેન્દ્ર, અંકિત, ગોપાલ, ક્રિષ્નપાલ દ્વારા સેવા, સાથ અને સહકારથી મંદિરનો વિકાસ કરી રહેલ છે.