શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરડા
-
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીની જન્મભૂમિ આવેલ છે. આ ગામમાં શ્રી નરનારાયણદેવના તાબાનું સ્વામિનારાયણ ભગવાનનું શિખંરબંધ મંદિર આવેલું છે. જેમાં સદગુરૂ ગોપાળાનંદસ્વામીઅને તેમના માતા જીવીબા અને પિતાજી મોતીરામ ભટ્ટ જે સ્વરૂપની રોજ સેવાપૂજા કરતા.
-
તે શ્રી ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા સંવત ૨૦૦૨ના વૈશાખ સુદ ત્રીજ [અખાત્રીજ]ના ૧૪ મેં ૧૯૪૫નાં દિવસે અમદાવાદ દેશના શ્રી નરનારાયણદેવના આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ અને વડતાલ દેશના શ્રી લક્ષ્મીનારાયણદેવના આચાર્ય મહારાજ શ્રીઆનંદપ્રસાદજી મહારાજ એમ બન્ને દેશના આચાર્યમહારાજ શ્રીઓના કરકમળો દ્વારા કરવામાં આવેલ છે. જેની પ્રાણપ્રતિષ્ઠા બન્ને દેશના આચાર્યમહારાજ શ્રીઓ દ્વારા થયેલ હોય તેવા મંદિરોમાનું આ એક અજોડ મંદિર છે. બાજુમાં શ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામીજી અને શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાનજી દાદા બિરાજમાન છે.
-
આ મંદિરની બાજુમાં સદગુરૂ ગોપાળાનંદસ્વામી સભામંડપ આવેલ છે અને તેમાં સૌપ્રથમ સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ શ્રીગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવેલ અને આજ સભામંડપની જગ્યામાં ખુશાલ ભટ્ટ શાળા ચલાવતાં એવી પ્રસાદીની ભૂમિ છે.
-
સ્વામિનારાયણ ભગવાનનો છપૈયામાં જન્મ થયો ત્યારે સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ આ સભામંડપના મંદિરમાં બિરાજમાન શ્રીગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ ભગવાનના જન્મની ખુશાલીમાં ગોળ વહેચેલ. તેથી અહી ગોળની માનતા રાખવામાં આવે છે. અને સદગુરૂ ગોપાળાનંદસ્વામી બધા મુમુક્ષુઓની મનોકામના ચોક્કસ પૂરી કરે છે અને સુખિયા કરે છે.